ગૌશાળા
શ્રી હરયે નમઃ ।।
ગાવો વિશ્વસ્ય માતરઃ ॥ ગાય એ વિશ્વમાતા છે. સુપ્રસિદ્ધ આ વાક્ય ગાયોનું સ્થાન અને એમનું મહત્વ કે તેની ઓળખ આપણને આપે છે. ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના આધાર સમા આ ગોધનને સ્વયં ગોવર્ધન સંપોષણ આપ્યું છે. આ જ દિવ્ય પરંપરાનું જતન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિશાળ પાયા પર થઈ રહ્યું ભગવાન શ્રીસ્વામિનારાયણના સર્વજીવ હિતાવહનો સંદેશ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચરિતાર્થ થઇ રહ્યો જેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે – શ્રીલક્ષ્મીનારાયણ દેવ ગૌશાળા વડતાલ, જ્યાં ગાયને માત્ર પશુની જેમ નહી પરંતુ તેત્રીસ કોટી દેવતાઓના નિવાસનું સ્થાન અપાયું છે. જ્યાં સહજ આ ગાયોને માતાની જેમ સેવા થઇ રહી છે. સેવાઓથી આ ગૌધનનું જતન, સંપોષણ અહીંયા થઇ રહ્યું છે. અને થાય જ ને કારણ કે સ્વયં પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણને ગાયો અતિ વ્હાલી હતી. ગાયોની સાચવણી કે માવજત કેમ કરવી એ જાણવું હોય તો ગૌશાળા અવશ્ય ઉદાહરણ પૂરૂ પાડી શકે છે. સંપૂર્ણ દિવસ દરમ્યાન સાવચેત થઇને અહીયા સેવા થઇ રહી છે. ! પણ આ ગાયોની સેવામાં ઉણપ ન થાય તેની તકેદારી સ્વયં સંતો લઇ રહ્યા છે.
વડતાલને જેમ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થ માનીને દર્શને આવીએ છીએ તેવી જ રીતે એકવાર આવીને આ ગાયોના પણ એકવાર દર્શન કરવા જેવા છે, કારણ કે જેટલું જુનુ આ વડતાલ મંદિર છે. તેવી જ આ ગૌશાળા પ્રભુ શ્રીહરિના તત્કાલીન નંદસંતો દ્વારા પ્રારંભિત આ ગૌશાળાના વિકાસમાં વડતાલ મંદિરના પૂ પૂ.બાપુસ્વામી, પૂ.નૌતમસ્વામી, અ.નિ.શા પૂ. કૃષ્ણજીવનદાસજી સ્વામી (મેતપુરવાળા) વગેરે સંતોએ આ ગાયો ને અતિ સ્નેહભાવ રાખીને તેમનું જતન કર્યુ છે. કદાચ વ્યવસ્થાઓ પૂરી ન હોવા છતાં પણ ગાયોની સેવામાં ક્યારેય આછપ આ સંતોએ આવવા નથી દીધી.
વડતાલ ગાદીપતિ પ.પૂ.ધ.પૂ.1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણાથી વર્તમાન વહીવટ પૈકી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, પૂ.મુનિસ્વામી તથા પૂ.મુનિવદન સ્વામી (કલાકુંજ) ગાયોની તથા આ ગૌશાળા સેવામાં દિનપ્રતિદિન બઢોતરી થાય તેવા સદહેતુથી અનેક વ્યવસ્થાઓ પૂરી પાડી રહ્યા છે.
નાના પાયેથી આરંભ પામેલી આ ગૌશાળા આજે વિકારાના માર્ગે છે. ગૌશાળાનું નિર્માણ જોતા લાગે કે જગ્યામાં વધારેમાં વધારે વ્યવસ્થાઓ સભર ગૌશાળા કેવી હોય ? તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આ ગૌશાળા છે. ક્યાંય પણ અવ્યવસ્થા ન પડે તેવી સગવડોથી સજ્જ આ ગૌશાળામાં સંપૂર્ણ દિવસ દરમિયાન ગાયો માટે ભરાઇને લીલો ઘાસચારો તથા 1 ટ્રેક્ટર ભરાઇને સૂકો પાસચારો અપાય છે. આની સાથે સાથે મકાઈનો ખોર જેવા પૌષ્ટિક આહારોને મિશ્રમ કરીને ખવડાવાય છે. સ્વચ્છ અને પૌષ્ટીક આહાર ગાયોને આપવાતી તેની આપણને દૂધ દેતી ગાયો પર જોવા મળે છે. ગૌશાળા આપવામાં આવતા આ પોષણયુક્ત આહારથી દરરોજ થી પણ વધારે લિટર દૂધ આ ગાયો આપે છે. આટલા લિટર મળતા દૂધમાં સમયાનુસાર વધારો પણ થાય છે
જો આહાર પોષ્ટિક મળતો હોય તો સહજ છે કે દૂધ પણ પૌષ્ટિકતા યુક્ત મળશે. આ દૂધની મધુરતા જેને વડતાલ નિવાસી ભગવાન શ્રીહરિકૃષ્ણમહારાજ તથા લક્ષ્મીનારાયણ દેવ સ્વયં આરોગે છે. જેમના થાળ તથા દૂધની વાનગીઓ આ ગાયોના દૂધમાંથી જ બનાવાય છે. ત્યારબાદ સંતોની રસોઇમાં તથા શ્રદ્ધાળુઓને ભોજનમાં પિરસાતી મીઠાઇઓમાં. રોટલીના ધીમાં તથા છાશમાં થાય છે. જો આપણને પોષણક જોઇતું હોય તો આવશ્યક છે કે ગાયોને પણ સ્વસ્થ અને સ્વચ્છ રાખવી, જેમ આપણે આપણી ની વચ જેટલી કાળજી કે તકેદારી રાખીએ છીએ કદાચ તેનાથી પણ બમણી તકેદારી આ ગૌશાળાની સ્વચ્છતાના સફાઇમાં જરા પણ પાછી પાની ન કરતા સંપૂર્ણ ગૌશાળાને ડીડીટી તથી ચૂનાના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. ગાયો જ્યાં બેસતી હોય છે તેને તો ખાસ સ્વચ્છ રાખવાનું સૂચન દરેક ગૌપાલકોને અપાયુ છે જેથી કોઇપણ પ્રકારની બિમારીઓ ન થાય. કારણ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે. એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વચ્છતા અને સ્વસ્થતાના પાઠો પરંપરાગત ભણાવવામાં આવ્યા છે. એ પછી ઘર હોય મંદિર હોય કે પછી ગૌશાળા...
સ્વચ્છતાથી પરિપૂર્ણ આ ગાયોના દર્શન જો પુણ્યકારી હોય તો સહજ છે કે તેમનામાંથી મળતી વસ્તુ તેટલી જ પવિત્ર હોય, જેમ કે દૂધ, ગૌમય કે ગૌમૂત્ર દરેક વસ્તુઓનો સારી રીતે ઉપયોગ કરી લોકોના માટે વપરાય છે ગાયોમાંથી મળતા ગૌમૂત્રને એકત્રિત કરીને તેમાંથી વિવિધ પ્રકારના અર્ક બનાવીને અને નિદાન માટે ઉપયોગ કરવામાં આવે છે. ગાયો જો સ્વસ્થ રહેશે તો આપણે પણ તંદુરસ્ત રહેશું તે માટે દર મહીને અહીંયા કેટલ કેમ્પનું આયોજન મંદિર દ્વારા કરાય છે જેમાં ગાયોની તંદુરસ્તિ માટે વિવિધ પ્રકારની ઔષધીઓ તથા રોગનિવારક રસીઓ આપીને સારવાર અપાય છે. તદુપરાંત બિમાર ગાયોના ઈલાજ ડોક્ટરો દ્વારા કરાય છે.
શ્રીલક્ષ્મીનારાયણ ગૌશાળાનું બાંધકામ તથા અંદરની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખતા ગૌશાળા વાતાવરણ અનુકૂલીત બનાવવામાં આવી છે. ગરમીના સમયે ગાયોને જરા પણ તકલીફ ન પડે એટલે અહીંયા પંખાની વ્યવસ્થા પૂરી પડાઈ છે અને સાથોસાથ સ્પેશિયલ સ્પ્રીંગ ફુવારાઓ ગાયોની ગરમીને દૂર કરે છે. ગાયોને સંપૂર્ણ વર્ષ દરમિયાન પૂરતો ખોરાક મળતો રહે તે માટે અહીંયા ગોડાઉનની વ્યવસ્થા છે, જેમાં વધારે ગાયો માટેના અનાજ, ઘાંસચારો તથા અન્ય પૌષ્ટિક આહારનો સંગ્રહ કરાય છે. અનાજ ના દાણા કરીને એને દળીને ગાયોને આપવા અહીંયા આધુનિક મશીનો કાર્યરત છે. જેથી ઘણી માત્રામાં ઉપલબ્ધ અનાજના દાણાઓને ઝડપથી દળી શકાય.
શ્રીજી મહારાજે આ ગૌશાળાની ધરા પર અનેકવાર પધરામણી કરી છે. પ્રસાદીની આ છત્રી પર પહેલા તે ઓરડો હતો જ્યાં શ્રીજી મહારાજને ભક્તરાજ ગંગામાં પ્રેમથી જમાડતા તેની બાજુમાં જ આવેલા આ મંદિર માં સ્વયંમ શ્રીહરિએ મંદિરની દિવાલમાં મૂર્તિ ચિત્રિત કરી હતી, જે આજે પણ દર્શનાર્થે મૂકેલ છે. ગૌશાળાની સામેની બાજુ એ ગોમતી તળાવ છે તે તળાવ જ્યારે નિર્મિત થઇ રહ્યું હતું ત્યારે ભગવાન શ્રીસ્વામિનારાયણ અહીંયા જ વિસામો લેતા. આ કૂવો પ્રસાદીનો છે, જ્યાં શ્રીહરિએ અનેકવાર સ્નાન કરેલું છે.
વડતાલ મંદિર દ્વારા શ્રીહરિની પ્રસાદીની જગ્યાઓ તથા અનેક પ્રસાદીમય વસ્તુઓની સાચવણી થઇ રહી છે ત્યારે આ પ્રસાદીની ગૌશાળામાં બધી ગાયોને નામથી સંબોધાય છે. કોઇક ગાયનું રાધા છે તો કોઇકનું મચ્છુન્દ્રિ તેમની આ છે બ્બ્રહ્મણિ. જે મચ્છુન્દ્રિની માતા છે અને જાણવાની વાત એ છે કે શ્રીહરિ જ્યારે ગઢડામાં જે ધવલ નામની ગાયનું દૂધ પિતા એ ધવલ ગાયના વશવેલામાં આ બ્બ્રહ્મણિ ગાયનો સમાવેશ છે. તેવી જ રીતે વડતાલમાં રહીને જે ગાયનું દૂધ પિતા તે ગાયના વંશવેલામાં જે ગાય છે તેનું નામ છે - મહરાજ. માટે વડતાલ મંદિર પરિસરમાં અક્ષરભુવનમા જે પ્રસાદીની વસ્તુઓ સાચવેલી છે. તેવી જ રીતે આ પ્રસાદીમય વંશવેલાનું પાલન અહીંયા થઇ રહ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ સમા આ વડતાલ મંદિરની ગૌશાળાના દર્શને આવતા દરેક શ્રદ્ધાળુઓ અવશ્ય પોતાની ચથાશક્તિ પ્રમાણે દાન આપીને ગાયમાતાના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. કોઇપણ શુભપ્રસંગે ઊત્સવ મહોત્સવના દિવસોમાં કે પૂનમના પાવનકારી અવસરે અહીંયા ગાયોનું પૂજન અવશ્ય થાય છે. વર્તમાન આચાર્ય પ.પૂ.ધ.ધૂ.1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ સંકલ્પથી આ ગૌશાળાનો વિકાસ થઇ રહ્યો છે. માટે આપ પણ જયારે વડતાલ દર્શે પધારો ત્યારે આ પ્રસાદીમય ગાયો અને ગૌશાળાના દર્શન કરી યથાશક્તિ ગાયોને દાન આપજો. જેથી આ ગાયમાતાના આશિષથી આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ના પગલાં થાય.
તો આવો ગૌશાળાના આ સેવા યજ્ઞમાં આપણે પણ તન મન અને ધનથી જોડાઇએ અને હિન્દુ સનાતન પરંપરાના જતન માટે એક કદમ આગળ વધીને વિશ્વમાતા ગૌમાતાની સેવામાં ભાગીદાર બનીએ કારણ કે ગાયો નું જતન એ સંસ્કૃતિનું જતન.
જય શ્રી સ્વામિનારાયણ
સંસ્કૃત પાઠશાળા
જય શ્રી સ્વામિનારાયણ
संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विधाप्यच ।
प्रवर्तनी या सद्विद्या भुवि यत्सुकृतं महत् ।।
ભગવાન શ્રી સ્વામિનારાયણના આ દિવ્ય સંદેશને સાકાર કરતી પ્રાચીન, અર્વાચીન, અને અત્યાધુનિક ધારાઓનો ત્રિવેણી સંગમ એટલે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા. વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્મિત અને સંચાલિત આ પાઠશાળામાં વૈદિક, સાંપ્રદાયિક અને આધુનિક જ્ઞાનનું વાવેતર થાય છે.પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના પૂર્ણ અનુગ્રહ સાથે, વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓ ના અથાગ પ્રયત્નો તથા ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી એવં મુખ્યકોઠારી શ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન તથા પૂજ્ય હરિઓમ સ્વામીના સંચાલકપદે કાર્યરત આ પાઠશાળા સંસ્કૃત અને સંસ્કૃતિના સંરક્ષણનું કેન્દ્ર છે. અહીં પાઠશાળામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરેલ અભ્યાસક્રમ મુજબ શ્રી સ્વામિનારાયણ વેદાંત – રામાનુજ વેદાંત – વ્યાકરણ – સાહિત્ય – પુરાણ – ધર્મશાસ્ત્ર - કર્મકાંડ – વેદ – અંગ્રેજી - કમ્પ્યુટર - સંગીત - યોગપ્રાણાયામ – સત્સંગલક્ષી જ્ઞાન – કથાવાર્તા – પ્રવચનશૈલી - યુનિવર્સિટી માન્ય ડીપ્લોમા કોર્સ – જ્યોતિષ – ટેમ્પલ મેનેજમેન્ટ, આઉટડોર, ઈનડોર ગેમ, સ્પોકન ઈગ્લીંશ કલાસ, શારીરિક કસરતની વિવિધ રમતો, કથોપયોગી વિવિધ ભાષાનું સાહિત્ય જ્ઞાન, રાજ્ય અને આન્તર રાજ્યસ્તરીય વક્તૃત્વ સ્પર્ધાઓ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી સજ્જ છે આ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા. એટલું જ નહીં સંતોને કથા વાર્તા ના અભ્યાસ માટે નજીકના ગામડાઓ માં વિચરણની વ્યવસ્થા પણ અહીં કરવા માટે છે. અને આ દરેક વ્યવસ્થા અને સુવિધાઓ બંને ગાદીના સંતો અને ઋષિકુમારો માટે તદ્દન નિશુલ્ક છે. આધુનિક સુવિધાઓ યુક્ત પ્રાચીન શિક્ષણનું આ કેન્દ્ર સમાજ માટે ઉદાહરણ રૂપ છે.
જય શ્રી સ્વામિનારાયણ
અક્ષરભુવન
जय श्री स्वामिनारायण
अलोकिक अक्षरभुवन निर्माणकार्य में आपका स्वागत है। अलौकिक अक्षरभुवन, तीर्थक्षेत्र श्री वड़तालधाम में स्थित,श्रीगोमतीजी के प्रांगण में निर्माणाधीन,पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण की व्यक्तिगत अंगभूत एवंप्रसादि भूत पवित्र वस्तुओं का विश्व का सबसे बड़ा और सबसे अनोखा दिव्य संग्रहालय है। इस संग्रहालय में आने वाले प्रत्येक भक्त,भगवान श्री स्वामिनारायण द्वारा स्वीकृत वस्तुओं के दर्शन करके दिव्यता की अनुभूति से अभिभूत होंगे। श्री स्वामिनारायण मंदिर वड़तालधाम द्वारा पवित्र गोमतीजी तालाब के तट पर 470000 वर्गफीट से अधिक क्षेत्र में बन रहा अक्षर भुवन स्थापत्य कला,सनातन धार्मिक मूल्यों और विज्ञान का अद्भुत मिश्रण होगा।
अक्षरभुवन में कदम रखते ही,आप इसकी अद्भुत मूर्तिकला, वास्तुकला और अकल्पनीय भव्यता से अभिभूत हो जाएंगे। तो आइए एक नजर डालते हैं इस संग्रहालय की संरचना पर । यहां 1014 स्तंभों से सुशोभित 1352 अलंकृत मेहराब इस भव्य वास्तुकला की सुंदरता में चार चांद लगाते हैं। 74 छोटे गुंबदों और 13 सामरनों के बीच स्थापित 151 फीट ऊंचा केंद्रीय गुंबद,आगंतुक को अपनी भव्यता में डुबो देता है। इस मुख्य गुंबद में स्थापित राजाधिराज भगवान श्री स्वामिनारायण पूरे संग्रहालय की आत्मा और आगंतुकों के लिए आकर्षण का केंद्र होंगे। संग्रहालय का पूरा निर्माण ग्रेनाइट और बलुआ पत्थर से किया जा रहा है।
भारतीय शैली की नक्काशी से सजा पूरा संग्रहालय अपनी भव्यता से सबको मंत्रमुग्ध कर देगा। इस अभूतपूर्व कार्य हेतु ग्रेनाइट की सर्वोत्तम गुणवत्ता का पता लगाने के लिए, 50 से अधिक खदानों का दौरा किया गया है और विभिन्न खदानों से प्राप्त ग्रेनाइट का विभिन्न मापदंडों सेवैज्ञानिक रूप से प्रयोगशाला में परीक्षण किया गया है। व्यापक अन्वेषण के फलस्वरूप इडर एवंपंचमहाल की खदानों को नींव के कार्य के लिए तथा राजस्थान के पिण्डवाड़ा एवं सानवारा की खदानों को मेहराबों एवंस्तम्भों आदि के निर्माण हेतु चयनित किया गया।
संग्रहालय का संपूर्ण विस्तार 1,55,000 वर्गफीट में फैला हुआ है,जो दो फुटबॉल मैदानों से भी अधिक है। संग्रहालय की विशाल संरचना को 15,00,000 क्यूबिकफीट पत्थर से आकार दिया जा रहा है। संरचना के बारे में सबसे आश्चर्यजनक बात यह है कि इस विशाल स्मारक के निर्माण में कोई सीमेंट या स्टील का उपयोग नहीं किया जाएगा बल्कि प्राकृतिक पत्थर और चूने का उपयोग किया जायगा जो अपने आप में एक आश्चर्य है।
संग्रहालय की दीर्घायु सुनिश्चित करने के लिए, इसे चूना पत्थर और पत्थर सेइस तरह से डिजाइन किया गया है कि यह खराब मौसम और उच्च तीव्रता वाले भूकंपों का भी आसानी से सामना कर सके । पूरी नींव प्रणाली को दो भागों में बांटा गया है - एक राफ्ट जो पूरे ढांचे के आधार के रूप में कार्य करता है। यह राफ्ट फाउंडेशन आश्चर्यजनक रूप से दुनिया का सबसे बड़ा चूना कंक्रीट राफ्ट फाउंडेशन है जिसकी मात्रा 13900 क्यूबिक मीटर और मोटाई 1 मीटर है। अब तक 4480 मैट्रिक टन से ज्यादा चूना निर्माण में इस्तेमाल किया जा चुका है।
दसूरा भाग संरचना की वास्तविक नींव है जो राफ्ट पर टिकी हुई है। यह चूना पत्थर की चिनाई से बना है तथा इसी स्तर पर सभी स्तंभ और बीम फ्रेम वाली संरचनाएं बनाई गई हैं। पवित्र गोमती तालाब के पास इस स्थल की आधार शिला बहुत मजबूत है और उपलब्ध नींव की गहराई प्राकृतिक जमीन से केवल 2.0 मीटर नीचे है, जो कि लगभग अविश्वसनीय है।
अक्षर भुवन के निर्माण स्थल पर जमीन की सतह के भौतिक गुणों को निर्धारित करने के लिए एक प्लेट लोड परीक्षण किया गया था जो भवन की भार वहन क्षमता को मापता है। इस परीक्षण के परिणामों ने साबित कर दिया कि अक्षरभुवन जिस स्थान पर आकार ले रहा है वह स्थान निर्माणाधिन विशालकाय भुवन की संरचना को सहने की क्षमता रखता हैं। हमने एक और प्लेट लोड टेस्ट किया जो स्तंभ की भार सहने की क्षमता दर्शाता है और जिसका परिणाम यह आया की एक स्तंभ लगभग 350 हाथियों के भार को सहन करने में सक्षम है, जबकि आवश्यकता महत्तम 112 हाथी जितनी ही है, इससे यह सुनिश्चित होता है कि जोशीमठ जैसी स्थिति यहाँ कभी नहीं होगी ।
इस शानदार संग्रहालय के निर्माण का उद्देश्य,सभी आगंतुकों को सर्वोपरि भगवान श्री स्वामिनारायण के प्रासादिक वस्तुओकी दिव्यता का अनुभव कराना है। यहां दर्शनार्थी 225 साल से अधिक पुरानी प्रासादिक सामग्री और अत्याधुनिक प्रदर्शनों के माध्यम से श्रीजी महाराज के लीलाचरित्रो में डूब जाएंगे। किसी अन्य स्थान पर अप्राप्य,भगवान स्वामिनारायण के दिव्य स्पंदनों से युक्त यह अक्षरभुवन सिर्फ एक संग्रहालय से कहीं अधिक है; यह एक ऐसा अनुभव देगा जो आपको उत्साहित और प्रेरित महसूस कराएगा। हम आपको ऐसे पवित्र धार्मिक स्थान का निर्माण कार्य का साक्षी बनने, शाश्वत शांति और आध्यात्मिकता का अनुभव करने, कला और वास्तुकला के निर्माण कार्य का आनंद लेने और पूज्य आचार्य महाराजश्री तथा ब्रह्मनिष्ठ संतगण के आशीर्वाद लेने के लिए ह्रदय से आमंत्रित करते है। यह एक ऐसा आध्यात्मि क स्थान है जो आपके मन और आत्मा पर एक अमिट छाप छोड़ेगा । हम आपको इस दिव्य अनुभव का हिस्सा बनने के लिए आमंत्रित करते हैं। अक्षरभुवन निर्माण कार्य की यात्रा करें और उस आध्यात्मिक आभा का हिस्सा बनें।
ALOUKIK AKSHARBHUVAN VADTALDHAM
[Opening Narration]
Welcome to Aksharbhuvan, the world's largest collection of divine and unique artifacts and belongings of Supreme Lord Shree Swaminarayan. Nestled on the banks of the holy Gomti lake at Vadtaldham, the heart of the Swaminarayan sect, in a sprawling campus of 4,75,000 square feet, Aksharbhuvan is a monumental masterpiece of esoteric exquisite architecture that reflects a synthesis of arts, the ideals and values of Sanatan dharma, and the way of life cherished under Hinduism.
[Description of Architecture]
As you approach Aksharbhuvan, the intricate architecture and mammoth structure will take your breath away. The museum stands tall with 1014 columns adorned with 1352 arches, and a central main dome with a mounting height of 151 feet, along with 74 small domes and 13 "Samran" that submerge visitors in the magnanimity of the museum. The presence of Rajadhiraj Lord Swaminarayan in the central giant dome is the soul of the whole museum and will be the center of attraction for visitors. The entire structure is made out of granite and adorned with Indian-style carvings on every segment of the structure that will mesmerize everyone. To find the best quality of granite for this unprecedented work, more than 50 mines had been visited and the granites from different mines were tested scientifically in the laboratory for different parameters. As the result of an extensive search, the mines of Idar and Panchmahal were selected for foundation work while the mines of Pindwara and Sanwara, Rajasthan were selected for the arches and columns. The floor area of the museum is spread across 1,55,000 square feet, larger than two football grounds. The giant structure of the museum is taking shape from 12,00,000 cubic feet of stone. One of the most astonishing facts about the structure is that this giant monument will be built without the use of cement or steel. The construction is a blend of ancient techniques with modern tools and the use of lime as binding material and natural stone as aggregate is a wonder in itself.
[Description of Foundation]
To ensure the longevity of the museum, it is made of lime concrete and limestone and is designed to easily withstand extreme weather and high-intensity earthquakes. The whole foundation system is divided into two parts - a raft foundation that serves as the base and the actual foundation of the structure which shall stand on. The raft foundation is surprisingly the world’s largest lime concrete raft foundation with a volume of 13900 cubic meters and a thickness of 1 meter. More than 4480 metric tonnes of lime have been consumed till date. The second part is the actual foundation of the structure which starts and lies over the raft. It has been made of limestone masonry and all column & beam-framed structures shall stand over this layer. The geological strata of this site nearby the Holy Gomati Lake is very good and the available foundation depth is just 2.0 meters below the natural ground, which is nearly unbelievable. Plate load tests that were performed to determine the physical attributes of the ground surface, including its true strength and ground-bearing capacity. The results of this type of test proved that the place where Akshar Bhuvan is taking shape has the capacity to bear the structure of the gigantic Akshar Bhuvan. We did another plate load test which shows the load-bearing capacity of the pillar and we got the result that a pillar is capable of withstanding the load of about 350 elephants, while we need a maximum of 112 elephants, which ensures That a situation like Joshimath will never happen here.
[Purpose of Aksharbhuvan]
The very reason behind this glorious monument is to extend the experience of the divine pastimes of Supreme Lord Shree Swaminarayan. Visitors will immerse themselves in the life of Shreeji Maharaj by means of state-of-the-art displays and belongings of him that date back more than 225 years old and contain divine vibrations of Lord Swaminarayan that cannot be found anywhere else in the world. Aksharbhuvan is much more than just a museum; it's an experience that will leave you feeling uplifted and inspired. We invite you to visit and witness such a holy religious place, feel the eternal peace and spirituality, and also enjoy the art and architecture reflecting the culture and values extended by Supreme Lord Shree Swaminarayan.
[Invitation to Visit Aksharbhuvan]
Infused with the divine vibrations of Lord Swaminarayan, unattainable anywhere else, Akshar Bhuvan is much more than just a museum; It will give an experience that will leave you feeling energized and inspired. We invite you to witness the construction work of such a sacred religious place, experience eternal peace and spirituality, enjoy the art and architecture of the construction work and seek the blessings of Pujya Acharya Maharajshree and Brahminishtha Saints. It is such a spiritual place that will leave an indelible mark on your mind and soul. We invite you to be a part of this divine experience. Take a tour of the Akshar Bhuvan construction work and be a part of that spiritual aura.
શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ
જય શ્રી સ્વામિનારાયણ
શ્રી સ્વામીનારાયણ હોસ્પિટલ – વડતાલ
મનુષ્ય સતત સુખ ઈચ્છે છે અને સુખમય જીવનના આધાર સ્વાસ્થ્ય અને આરોગ્ય છે. પરંતુ ઘણીવાર જાતે ઊભી કરેલી આ સામાજિક વ્યવસ્થાના કારણે મનુષ્ય અનેક શારીરક અને માનસિક રોગોથી ત્રસ્ત થઈ જતો હોય છે. અને જ્યારે સમયસર અને યથાયોગ્ય તબીબી સારવાર ન મળે તો વ્યક્તિ હતાશ થઈ જાય છે. ઘણી વખત વ્યવસ્થા અને ઉપલબ્ધિ ના અભાવે પોતાના સ્વજનો ગુમાવી બેસે છે
પરંતુ જ્યારે માણસની વ્હારે કોઇ ન આવે ત્યારે ઈશ્વર આવે છે.
પરમ હિતકારી ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સર્વજીવહિતાવહના મંત્ર સાથે દર્દી નારાયણની સેવાની આજ્ઞા
આપી હતી. જેને અનુસરીને ગુજરાતમાં સ્થિત પાવનધામ વડતાલના પવિત્ર આંગણમાં નિર્માણ પામી એક અનેરી હોસ્પિટલ
- શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ-વડતાલ
ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ અને આધુનિક મેડિકલ સાયન્સને અનુસરીને અપાતી દવા જેનાં સંગમે ફેલાવ્યો સુશ્રુષાનો અનેરો જાદુ.
શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં વડતાલ મેનેજમેન્ટ ટ્રસ્ટ બોર્ડ દ્વારા દર્દીઓની સેવાઓના સંકલ્પને મૂર્તિમંત કરવામાં આવ્યો આ હોસ્પીટલ થકી.અહીં હજારો દર્દીઓ વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ અને નિદાન મેળવીને રોગમુક્ત બન્યા છે.
તારીખ 9 જુલાઈ 2017ની રવિવારના શુભ દિવસે મહારાજશ્રી તથા સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ વડતાલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ હોસ્પિટલ આ વર્ષે પોતાની અવિરત સેવાયાત્રાના પાંચ વર્ષ પૂરા કરે છે.
365 દિવસ 24 કલાક દર્દીઓને વિનામૂલ્યે સેવા પૂરી પાડતી આ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 3,26,099 ઓપીડી કરવામાં આવી છે. સાથે જ 12,861 ટોટલ ઇમરજન્સી અને 9433 ટોટલ ઇન્ડોર પેશન્ટ્સને એટેન્ડ કરવામાં આવ્યા છે.
ઓપરેટિવ પ્રોસીજરની વાત કરીએ તો 935 જેટલી ડિલિવરીમાંથી 469 નોર્મલ ડિલિવરી અને 466 સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે
સાથે જ 5,119 જટેલી ટોટલ સર્જરી પૈકી 3,784 જનરલ અને 1,335 ગાયનેક સર્જરી કરવામાં આવી છે.
આટલું જ નહીં 10,852 સોનોગ્રાફી 20,775, એક્સ રે 555 ડાયાલિસિસ 2,817 ફિઝિયોથેરાપી કેસ અને 1,699 આંખના દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
અને સૌથી મહત્વની વાત એ છે કે આ દરેક સારવાર કોઈ પણ પ્રકારના શુલ્ક લીધા વગર કરવામાં આવી છે
સામાન્ય ટ્રીટમેન્ટ હોય કે સર્જરી, ડાયાલિસિસ હોય કે થેરાપી, ડિલિવરી હોય કે અસાધ્ય રોગની સારવાર, શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડતાલધામ અનેક નિરાધાર અને લાચાર દર્દીઓનું આરોગ્ય મંદિર છે જ્યાં એમને નિશુલ્ક સારવારનો પ્રસાદ નિશંકપણે ઉપલબ્ધ છે. એ પણ નાત-જાત, વર્ગ કે જાતિના ભેદભાવ વિના.
સાથે જ હોસ્પિટલ દ્વારા દર્દી ની સાથે આવેલા સગા સંબંધીઓ અને પરિવારજનોને મંદિર દ્વારા ભોજન તેમજ નિવાસની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે.
જયારે કોરોના જેવી મહામારી સામે વિશ્વ ઝઝૂમી રહ્યું હતું ત્યારે કોરોનાના દર્દીઓનાં આઈસોલેશન અને સારવાર માટે આ હોસ્પિટલ સમર્પિત કરવામાં આવી. સાથે ૨૦૨૧ દરમ્યાન કોરોનાનાં બીજી લહેર દરમ્યાન દર્દીઓ ઓકિસજનની અછતનો સામનો કરી રહ્યા હતા ત્યારે સેંકડો દર્દીઓને ઓક્સીજન સીલીન્ડર પૂરા પાડી એમને ઇન્ડોર પેશન્ટ તરીકે સેવા પૂરી પાડવામાં આવી હતી. આમ કોરોના દરમ્યાન શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડતાલધામ દ્વારા માનવસેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.
જનરલ ઓપીડી, ગાયનેક વિભાગ, બાળકોનો વિભાગ, સોનોગ્રાફી, એક્સરે, ડાયાલિસિસ સેન્ટર, મેડિકલસ્ટોર, એનેસ્થેસિયા, એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી વિભાગ, આવી અનેક આરોગ્ય સેવાઓની તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલમાં દરેક શાખાના નિષ્ણાત સર્જનો અને ડોક્ટરો દ્વારા દર્દીઓને સાજા કરવામાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી.
સ્વચ્છ અને હાઈજેનિક વાતાવરણની સાથે અહીં છે આધ્યાત્મિકતાની દિવ્ય અનુભૂત
સંતો અને મહંતોના આશીર્વાદ અને માર્ગદર્શનની સાથે અહીં છે કાર્યકરોની મહેનત અને નિષ્ઠા
ભામાશા સમાન દાનવીરોના નિઃસ્વાર્થ દાનની સાથે સાથે અહીં છે જનજનનો વિશ્વાસ
સેવા,સાધના અને સમર્પણના સુમેળ સાથે પરમાર્થને વરેલી શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડતાલધામમાં આવનાર દરેક દર્દી ભલે રડતા મુખે અહીં પ્રવેશ કરતો હશે. પરંતુ અહીંથી વિદાય લેતી વખતે નિરોગી બની તંદુરસ્ત આયુષ્યના આશિષ સાથે હસતા મુખે પોતાના ઘરે જાય છે.
સાજા થયેલા આ દર્દીનું આ સ્મિત જ અહીં કામ કરનાર દરેક વ્યક્તિ માટે પ્રેરણાનું પ્રતીક બની જાય છે અને નવા દર્દીને આવું જ નીરોગી અને નિખાલસ સ્મિત આપવા માટે ફરી કાર્યરત થવાનું બળ પૂરું પાડે છે.