ગુરુચરણરતાનંદ

ગુરુચરણરતાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ગુરુચરણરતાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા મધ્ય ૧૬ ( para.8)

પછી શ્રી ગુરુચરણરતાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે. અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામું જોતો, ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા. પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે જે વિષયનું એણે ચિંતવન કર્યું હતું અને જે જે વિષયમાં એ ભક્તને હેત હતું, તે ભગવાન સર્વે નજરે જોઈને અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગ વહાલા છે, તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે. અને કાળને એમ આજ્ઞા કરે છે જે, ‘એ ભક્તના ભોગને તું ખંડન કરીશ મા.’ માટે તે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે. પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે.”

(કુલ: 1)