નારાયણાનંદનારાયણાનંદ
(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નારાયણાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.19)
પછી
નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, ‘સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે દેહને વિષે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિષે માને ત્યારે તે જીવ અન્વયપણે છે અને જ્યારે ત્રણે દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે.”(કુલ: 1)