નિર્મળાનંદ

નિર્મળાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિર્મળાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.18)

પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામ કૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે જે, ‘જે ભગવાને રામ કૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે, તે ભગવાનના આ સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે, તે માટે હું પણ અતિ બડભાગી છું.’ એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય.”

(કુલ: 1)