શાંતાનંદ

શાંતાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "શાંતાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.13)

પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે. એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહિ એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઊઠીને ખાવું, પીવું, દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા-કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે.”

(કુલ: 1)